Story of a King and a Bird

શું આપણે પોતાની ડાળ જ કાપવાની જરૂર તો નથી ને...??

Story of a King and Bird
 
    એક વાર એક રાજા હોય છે જે પોતાના મહેલમાં એક સમડી (બાજ) ને પાળે છે. સમડી રાજાના ગાર્ડનમાં એક ઝાડ પર રહેવા લાગે છે. સમય જતાં એ સમડી બે બચ્ચાંને જન્મ આપે છે. રાજા ખુશી ખુશી સમડી અને તેના બચ્ચાંઓનું પાલન પોષણ કરે છે.
    આમ સમય વિતે છે અને બચ્ચાં મોટા થાય છે. હવે સમય આવ્યો હોય છે કે બચ્ચાં ઉડતા શીખે અને માળો છોડી દે. સમડી તેના બચ્ચાંઓને ઉડતા શીખવાડે છે. બંને બચ્ચાં હોંશે હોંશે ઉડતા શીખી જાય છે. ઉડવાનું શીખ્યા બાદ એક બચ્ચું તો માળો છોડી ઉડી જાય છે પરંતુ બીજું બચ્ચું થોડું ઉડી અને પાછું ડાળ ઉપર આવીને બેસી જાય. રાજા જોવે છે કે આ બચ્ચું રોજ આકાશ તરફ ઉડે પરંતુ થોડી વારમાં જ પાછું ડાળ ઉપર આવીને બેસી જતું હોય છે. આ ઘટનાક્રમ નિયમિત થવા લાગ્યો.
    રાજાને ચિંતા થવા લાગી કે બચ્ચું શા માટે એક જ વારમાં માળો છોડીને આકાશમાં ઉડી જતું નથી કારણકે તેને તો હજું ઘણી ઉંચાઇ જોવાની અને દુનિયા નિહાવળાવી બાકી છે. રાજા છેવટે રાજ્યમાં જાહેરાત કરાવે છે કે જે વ્યક્તિ આ બચ્ચાંને ઉડાવી દેશે તેને મોટુ ઇનામ આપવામાં આવશે.
    ઇનામની લાલચમાં દુર દુરથી ઘણા લોકો આવે છે અને તેને ઉડાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ બચ્ચું નિયમિત આદત પ્રમાણે થોડું ઉડીને પાછું ત્યાં ડાળ ઉપર જ આવીને બેસી જાય છે. રાજા થાકી જાય છે અને નિરાશ થઇ જાય છે.

    ઘણા સમય બાદ એક ખેડુતને આ બાબતની જાણ થતા તે આવે છે અને બચ્ચાંને ઉડાડી મુકે છે અને આ વખતે બચ્ચું પાછું આવતુ નથી. રાજા ખુશ થઇને એ ખેડુતને બોલાવીને પુછે છે કે તે એવું તો શું કર્યું કે બચ્ચું હંમેશ માટે ઉડી ગયુ ? ત્યારે ખેડુત કહે છે કે મેં ફક્ત તે જે ડાળ ઉપર બેસતુ હતુ તે ડાળ જ કાપી નાખી.

            તો શું તમે પણ એક જ ડાળ ઉપર બેસવાના આદી તો નથી થઇ ગયા ને ?? કે આપણે જીવનમાં ઉડવાનું જ ભુલી ગયા હોઇએ ?
    ઘણી વાર મેં જોંયુ છે કે વ્યક્તિમાં અપાર સાહસ, શક્તિ અને ઇચ્છાઓ છુપાયેલી હોય છે. વ્યક્તિનાં ઉંચા સપનાંઓ પણ હોય છે પરંતુ એ વ્યક્તિ એક સિસ્ટમમાં ઢળી ગયા બાદ જીવનમાં  ઉડવાનુંં કે આગળ વધવાનુંં જ ભુલી જાય છે. એ સપના જોવાનું કે ઉંચાઇ તરફ જવાનું વિચારવાનુંં જ બંધ કરી દે છે. 

    ફક્ત એકવાર પોતાના અંદર ઝાંખીને જોવો અને જો ખરેખર એવું હોય તો આજે જ એ ડાળ કાપી નાખો...
આખરે ક્યારેક જીવનને ઉજ્જવળ બનાવવા માટે કવિ કાલિદાસ (જે ડાળ ઉપર બેઠા તે જ ડાળ કાપી) પણ થવું સારૂ...!!

Comments

Popular posts from this blog

Geographical Indication Tag to Kachchhi Kharek

ISRO Recruitment 2024 Corrigendum: Check here amendements..!

ITI Admission for 2024 Session has been started