Introduction to ITI (Industrial Training Institute)
આઇ.ટી.આઇ (ITI) નો પરિચય
આઇ.ટી.આઇ નું પૂરું નામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે જેને અંગ્રેજીમાં Industrial Training Institute (ITI) કહે છે. આઇ.ટી.આઇ એટલે ઉદ્યોગોને લગતી તાલીમ આપતી સંસ્થા. એક એવી સંસ્થા જ્યાં ઉદ્યોગોને લગતા જરૂરી મેનપાવર પૂરું પાડવું એટલે કે વિવિધ ટેકનીકલ તેમજ નોન-ટેકનીકલ ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગોમાં જરૂર પડતા મેન પાવરને તૈયાર કરવામાં આવે છે. આઇ.ટી.આઇ સંસ્થામાં વિવિધ એન્જીનીયરીંગ અને નોન-એન્જીનીયરીંગ કોર્ષમાં તાલીમ આપવામાં આવે છે.
આઇ.ટી.આઇ ખાતે ચાલતા રેગ્યુલર કોર્ષ (વ્યવસાય) નો સમયગાળો ૧ વર્ષ અને ૨ વર્ષ હોય છે. તેના સિવાય જરૂરિયાત મુજબ શોર્ટ ટર્મ (૧ વર્ષથી ઓછા સમયના) કોર્ષ પણ ચાલતા હોય છે.
આઇ.ટી.આઇ ખાતે ચાલતા કોર્ષ :
આઇ.ટી.આઇ ખાતે મુખ્ય બે પ્રકારના કોર્ષ ચાલે છે : એનસીવીટી (NCVT) અને જીસીવીટી (GCVT).
NCVT : National Council for Vocational Training - જે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરેલ સમગ્ર દેશમાં યુનિફોર્મ રીતે ચલાવવામાં આવતા કોર્ષ હોય છે.
GCVT : Gujarat Council of Vocational Training - જે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની લોકલ પરિસ્થિતિ અને ઉદ્યોગોની જરૂરિયાતને અનુલક્ષીને તૈયાર કરેલ કોર્ષ હોય છે.
![]() | |
|
GCVT કોર્ષ : ટુ વ્હીલર ઓટો રીપેરર, વેબ ડિઝાઇન વગેરે જેવા સ્ટેટ લેવલના કોર્ષનો સમાવેશ થાય છે.
![]() |
Courses Running at ITI (Sector-wise) |
એડમિશન પ્રક્રિયા :
આઇ.ટી.આઇ ખાતે એડમિશન મેરીટ આધારિત હોય છે. જેમાં મોટાભાગના કોર્ષમાં ધોરણ-૧૦ નાં માર્ક્સના આધારે મેરીટ પર એડમિશન મળે છે. કેટલાક કોર્ષ ધોરણ-૮ અને ૯ આધારિત પણ હોય છે.
એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા ઑનલાઇન થઈ ગઈ છે. એડમિશન માટે દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ન્યુઝપેપરમાં જાહેરાત આવે છે જે બાદ ઑનલાઇન ફોર્મ ભરી પોતાની પંસદગીની આઇ.ટી.આઇ / કોર્ષ દર્શાવવાનો હોય છે. ત્યારબાદ મેરીટ બહાર પડે ત્યારે મેરીટ પ્રમાણે મળવાપાત્ર આઇ.ટી.આઇ/કોર્ષ માં એડમિશન ફાઇનલ કરી શકાય છે.
કોર્ષ ફી :
એડમિશન માટે ફોર્મ ભરતી વખતે રૂ.૫૦/- ઑનલાઇન ભરવાના હોય છે. જ્યારે એડમિશન ફાઇનલ થાય ત્યારે નીચે મુજબની ફી ભરવાની હોય છે:
ગુજરાત રાજ્યમાં આઇ.ટી.આઇમાં એડમિશન લીધા બાદ જો તમે ધોરણ-૮ પાસ ઉપર એન.સી.વી.ટી.નો ૨ વર્ષનો કોર્ષ પૂર્ણ કરી ધોરણ-૧૦ ની બોર્ડની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરો છો તો તમને ધોરણ-૧૦ પાસની ઇક્વીવેલેન્ટ (સમકક્ષતા) નું પ્રમાણપત્ર મળે છે અને જો ધોરણ-૧૦ પાસ ઉપર એન.સી.વી.ટી.નો ૨ વર્ષનો કોર્ષ પૂર્ણ કરી ધોરણ-૧૨ ની બોર્ડની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરો છો તો તમને ધોરણ-૧૨ પાસની ઇક્વીવેલેન્ટ (સમકક્ષતા) નું પ્રમાણપત્ર મળે છે.
આ સિવાય પણ અન્ય ઘણા લાભ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
કેરિયરની તકો :
આઇ.ટી.આઇ પાસ કર્યા બાદ તમે વિવિધ ઉદ્યોગો, કારખાના, ઓફીસ વગેરે જગ્યાએ ટેકનિકલ કે નોન-ટેકનિકલ નોકરીમાં જોડાઇ શકો છો. તમે પોતે પોતાનો સ્વ-રોજગાર એટલે કે વ્યવસાય શરૂ કરી શકો છો.
તમે આગળ ઉચ્ચ અભ્યાસ જેવા ડિપ્લોમા કે કોલેજ માટે એપ્લાય કરી શકો છો અને જો તમારું ફોરેન એટલે કે વિદેશ જવાનું સ્વપ્ન હોય તો તે પણ પૂર્ણ કરી શકો છો. આઇ.ટી.આઇ સર્ટીફીકેટ ધરાવતા ઉમેદવારો માટે વિદેશમાં પણ પુષ્કળ ડિમાન્ડ અને તકો રહેલી છે.
આઇ.ટી.આઇ વિશે આ સામાન્ય બાબતો ધ્યાનમાં રાખશો તો ધોરણ-૧૦ પછી એક સારૂ કેરિયર પસંદ કરવામાં સરળતા રહેશે. આ સિવાય તમને કોઇ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અથવા 'Contact us' માં જઇને પુછી શકો છો.
'Jagzz"
નોંધ: ઉપરોક્ત આપેલ માહિતી એક સામાન્ય જાણકારી અને સમજ માટે છે જે વિશ્વનીય સ્ત્રોતમાંથી હાલના પ્રવર્તમાન નિયમો મુજબ મેળવેલ છે. તેમ છતા સરકારશ્રી દ્વારા વખતોવખત આપવામાં આવેલ સુધારા-વધારા તેમજ જે-તે સમયના પ્રવર્તમાન નિયમોને ધ્યાને લેવા વિનંતી.
Comments
Post a Comment